અંતિમ મૂલ્યવાન બક્ષિસ

ગોવિંદભાઈ રાવલ

ધ અલ્ટિમેટ ગીફ્ટ — જીમ સ્ટોવેલ

એક અદ્ભુત પુસ્તકની આ વાત છે. આશ્ચર્ય અને આનંદની વાત તો એ છે કે તેના લેખક અંધ છે. પણ આપણી ભાષામાં એ સાચા પ્રજ્ઞાચક્ષુ પુરુષ છે. અંધ વ્યક્તિઓ માટે નેરેટિવ ટેલિવિઝનની અદ્ભુત શોધ કરી તેના દ્વારા તે અધજનોને તો શિક્ષણ આપે જ છે. પણ આપણા જેવા દેખતાઓને તેમણે જે બક્ષિશો આપી સાચા અર્થમાં દેખતા કર્યા છે તે તો વળી ઑર અદ્ભુત છે. આ પુસ્તકમાં એવી ૧૩ બક્ષિસોની વાત છે. શ્રી મનસુખભાઈએ તેનું રૂપાંતર કર્યું છે. જેને ‘વિચારવલોણું' ને ‘યંગમેન્સે' મળી છાપ્યું છે. આ પુસ્તક વાંચત્ વાંચતા તેના વિશે મારા મનમાં જે તે બક્ષિસ વિશે જે મુક્ત ચિંતન ચાલ્યું તેને મેં ત્યાં જ ટપકાવ્યું છે, જે મૂળ પુસ્તક કે તેના ભાવાનુવાદને વાંચવા જરૂર અભિપ્રેત કરશે.

-ગોવિંદભાઈ રાવલ, વિશ્વમંગલમ્ - અનેરા

ગોવિંદભાઈ રાવલ