ગિજુભાઈની બાળવાર્તાઓ

ગિજુભાઈ બધેકા

વાર્તાના ધોધમાંથી વીણેલી આઠેક દાયકા પહેલાં ગિજુભાઈ બધેકાએ ભાવનગરના દક્ષિણાર્મૂતિ બાલમંદિરની ટેકરી પરથી બાલસાહિત્યનો જે ધોધ ગુજરાતમાં વહેતો મૂક્યો હતો, તેની તોલે આવે એવું બીજા કોઈ લેખક પાસેથી હજી આપણને મળ્યું નથી. 1989માં ગિજુભાઈના અવસાનને પચાસ વરસ વીતી ગયાં અને કોપીરાઇટના કાયદા મુજબ તેમનાં લખાણો સમાજની માલિકીનાં બન્યાં. આમ કાયદાથી જે મહામૂલો વારસો ગુજરાતી પ્રજાને સાંપડયો, તેનાથી વંચિત કોઈ ગરીબ કુટુંબનું બાળક પણ ન રહે તેવી હોંશથી ગિજુભાઈની સોળ વીણેલી બાલવારતાઓના, સાવ નજીવી કિંમતવાળા, નાના સંચયની દોઢ લાખ નકલો લોકમિલાપ તરફથી પ્રગટ થયેલી. તેમાં સાત વરસ સુધીનાં નાનાં બાળકો પણ માણી શકે તેવી વારતાઓ મૂકલી. તે પછી, આઠથી ચૌદ વરસનાં બાળકોને વધુ રસ પડે તેવો ગિજુભાઈની અઢાર બાલવાર્તાઓનો બીજો ભાગ પણ બહાર પડેલો. એ બેય ભાગની વારતાઓ પૈકી 9 ચૂંટીને આ ખીસ્સાપોથીમાં રજૂ કરી છે. નાનાં બાળકોને તે વાંચી સંભળાવવાની હોંશ વડીલોને થશે, એવી શ્રદ્ધા છે. બાળકોને કહેતાં કહેતાં મોટેરાંઓ પણ આ વારતાઓ માણ્યા વગર નહીં રહે.

 

Free download

ગિજુભાઈ બધેકા

સર્જક-પરિચય

ગિજુભાઈ ભગવાનજી બધેકા (જ. 15, નવે. 1885 – અવ. 25, જૂન, 1939)
અનુવાદક

ભાવનગરમાં જન્મેલા ગિજુભાઈએ મુંબઈમાંનો વકીલનો વ્યવસાય છોડીને, દક્ષિણામૂર્તિ શાળામાં આજીવન શિક્ષક બનવાનું પસંદ કરેલું. બીબાઢાળ શિક્ષણ-પદ્ધતિને બદલે મૉન્ટેસરી પદ્ધતિએ બાળકના મુક્ત વિકાસની દિશામાં એમણે ઘણું કામ કર્યું, બાળ-સાહિત્યનાં અને શિક્ષણ વિશેનાં અનેક પુસ્તકો લખ્યાં – એ સેવાઓ માટે એમને 'રણજિતરામ સુવર્ણચંદ્રક’(1929) એનાયત થયેલો.

'મહાત્માનાં ચરિત્રો’, 'ઇસપની કથાઓ’, 'બાળસાહિત્ય ગ્રંથમાળા’ તેમ જ 'વાર્તાનું શાસ્ત્ર’ એમનાં મહત્ત્વનાં પુસ્તકો છે.
મુક્ત શિક્ષણના દુનિયાભરના એક મોટા શિક્ષણવિદ એ. એસ. નીલના પુસ્તકનો અનુવાદ કરવાનું ગિજુભાઈને સૂઝ્યું એ મહત્ત્વનું ગણાય.

મૂળ લેખક

એ. એસ. નીલના નામે જાણીતા Alexander Sutherland Neill (1883–1973) સ્કૉટીશ શિક્ષણવિદ અને નવી આબોહવા જન્માવનાર પ્રયોગશીલ ને કલ્પનાશીલ શિક્ષક હતા. એમણે વિકસાવેલી 'સમરહીલ સ્કૂલ’ 1920-30ના સમયગાળાની મુક્ત બાળ-વિકાસ માટેની એક ક્રાંતિકારી શાળા હતી. નીલે Problem Triology (Problem Child, Problem Parents, Problem Teachers), The Free Child, એવાં 20 ઉપરાંત પુસ્તકો લખ્યાં છે. એમનાં બધાં પુસ્તકોમાંથી ચૂંટેલાં લખાણોનું પુસ્તક Summerhill(1960) 1960-70ના દાયકાની Free School Movementનો આધારસ્તંભ બનેલું બેસ્ટ સેલર પુસ્તક છે.
'રખડુ ટોળી’ નીલના The dominees’s Five પુસ્તકનો અનુવાદ છે.

(પરિચય - રમણ સોની)