જનાન્તિકે

સુરેશ જોશી

આ પુસ્તકમાં સર્જક તમારી સાથે વાત માંડે છે – જરાય દૂર બેસીને નહીં, પ્રેમથી નિકટ બેસીને. જનાન્તિકે એટલે કાનમાં કરેલી વાત – મધુર અને અંગત. એ અંગત વાતોમાં બાળપણનાં વિસ્મયભર્યાં સ્મરણો છે, શૈશવની ને પ્રકૃતિની રમણીય લીલાઓ છે. ને એવી જ રમણીય લીલા છે કલ્પનાભરી અને શિષ્ટ-મિષ્ટ રીતિની ભાષાની. આપણી અંદર-બહારની આ સુંદર સૃષ્ટિ એક સર્જકના અવાજથી કેવી અધિકતર સુંદર બને છે એ જાદુ આ પુસ્તકના પહેલા વાક્યથી જ શરૂ થઈ જવાનો છે. એનો 1... 2... 3 એવો પ્રત્યેક ખંડ અલગ અલગ રાગિણી જેવો સંતર્પક છે.

તો, પ્રવેશો...

 

Free download

સુરેશ જોશી

સાહિત્યમાં જુદી જુદી શક્તિવાળા અનેક લેખકો હોવાનાપ્રભાવશાળી લેખકો પણ કેટલાક હોવાનાપણ આખા સાહિત્યસમયમાં પરિવર્તન આણનારા તો સદીમાં એકબે જ હોવાના– સુરેશ જોષી આપણા એવા યુગવર્તી સાહિત્યકારગુજરાતીમાં આધુનિક યુગના અગ્રણી પ્રવર્તક.

સુરેશ હરિપ્રસાદ જોશી (. ૩૦, મે ૧૯૨૦ – અવ. ૬, સપ્ટેમ્બર ૧૯૮૬) દક્ષિણ ગુજરાતના વાલોડમાં જન્મ્યાસોનગઢના પ્રકૃતિરમ્ય વનવિસ્તારમાં ઊછર્યામુંબઈમાંથી એમ.થયા પછી કરાંચીવલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન કર્યુંપણ એમની લાંબી કારકિર્દી(૧૯૫૧ થી ૧૯૮૧) વડોદરાની મ.યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રૉફેસર તરીકેનીવડોદરા જ એમની ઉત્તમોત્તમ સાહિત્યપ્રવૃત્તિનું થાનક સુરેશ જોશીએ વિશ્વભરના સાહિત્યનો વિશાળ અને ઊંડો પરિચય કેળવ્યોએ પરિશીલન દ્વારાપરંપરાગત ગુજરાતી સાહિત્યના પ્રવાહને એમણે આધુનિક આંદોલનોથી પલટયોઅને એકધારા વિવેચન (પંદર જેટલા ગ્રંથોદ્વારા, 'ક્ષિતિજ' વગેરે છ જેટલાં સામયિકો દ્વારાકવિતાવાર્તાનવલકથાવિવેચનનાં અનેક પુસ્તકોના અનુવાદ દ્વારા એમણે તેજસ્વી પ્રતિભાના તેજથી ગુજરાતીમાં એક નવા યુગની આબોહવા પ્રગટાવી.

સર્જક તરીકે એમણે કવિતાનવલકથા તો લખ્યાં જપણ એમની સર્જકતાનું શિખર વાર્તાઓ(પહેલું પુસ્તક 'ગૃહપ્રવેશ'-૧૯૫૭થી રચાયુંકેવળ વારતા નહીં પણ મનમાં ઊંડાણોનો પરિચય કરાવતી વાર્તામાત્ર કથા નહીં પણ રચના – એમનાથી શરૂ થયેલીગુજરાતી વાર્તાનો નવો ચહેરોઐની આગવી વિશેષતાસુરેશ જોશીનું બીજું સર્જકશિખર તે એમના સર્જનાત્મકઅંગત ઉષ્માવાળા લલિત નિબંધો – 'જનાન્તિકે' (૧૯૬૫) થી શરૂ થયેલો એ આનંદપ્રવાહ બીજાં પાંચ પુસ્તકોમાં વિસ્તર્યો.

(પરિચય - રમણ સોની)