જીવનનું પરોઢ

પ્રભુદાસ ગાંધી

પાવનકારી સ્મરણયાત્રા

પૃથ્વીના ખંડોમાં વિસ્તાર તેમ જ વસ્તી બેયની ગણતરીએ સૌથી મોટો છે એશિયા. એકલા વિસ્તારમાં તેની પછી આવે છે આફ્રિકા ખંડ, જેનું કદ ભારતના કરતાં લગભગ નવ ગણું મોટું છે. એ આફ્રિકા ખંડના પચાસેક મુલકો પૈકી એક છે દક્ષિણ આફ્રિકા નામનો દેશ. તેનો વિસ્તાર ભારતના ત્રીજા ભાગ જેટલો છે, પણ ભારતની વસ્તીના બાવીસમા ભાગ જેટલા જ લોકો આજે ત્યાં વસે છે. આ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે કાળભગવાને એક અનોખો સંબંધ બાંધી આપેલો છે.

દક્ષિણ આફ્રિકાની મૂળ વસ્તી હબસી લોકોની. યુરોપીયનો ત્યાં પહેલવહેલા ગયા 17મી સદીમાં. પ્રથમ નેધરલેંડે ત્યાં પગદંડો જમાવ્યો, તે પછી બ્રિટને. દેશના જુદા જુદા ભાગ કબજે કરતાં કરતાં એ બેની વચ્ચે અથડામણો થઈ. આખર જતાં દક્ષિણ આફ્રિકા બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બન્યું.

દક્ષિણ આફ્રિકા ઉપર ગોરાઓનું રાજ્ય ચાલતું હતું ત્યારે હિંદુસ્તાનથી પણ કેટલાક લોકો ત્યાં ગયેલા, તેની વાત જાણવા જેવી છે. ત્યાંની જમીન ખૂબ ફળદ્રૂપ હતી, ત્યાં વરસાદ પૂરતો હતો; એટલે શેરડી, ચા, કોફી વગેરેના કીમતી પાકની સરસ ખેતી થઈ શકે તેમ હતી. પણ બંદૂકના જોરે જેમણે ત્યાં રાજ જમાવેલું તે ગોરાઓની વસ્તી બહુ થોડી હતી. વિશાળ પાયા પર ખેતી કરવી હોય તો મજૂરો જોઈએ. ત્યાંના વતની હબસીઓને એવી મજૂરી કરવા માટે ગોરાઓએ લલચાવ્યા ને પછી ડરાવ્યા પણ ખરા. પણ વનવાસી હબસીઓને બહુ મહેનત કરવાની ટેવ[…]”

 - પ્રભુદાસ ગાંધી.

 

Free download

પ્રભુદાસ ગાંધી