રવીન્દ્રનાથની રત્નકણિકાઓ

નગીનદાસ પારેખ

રવીન્દ્રનાથ ઠાકુર સાહિત્ય-સમ્રાટ હતા. એમણે માત્ર સાહિત્યવિલાસ માટે સાહિત્ય-ઉપાસના કરી ન હતી. મહર્શિ દેવેન્દ્રનાથ ઠાકુર જેવા ધર્મપરાયણ પિતા પાસેથી એમને જે આધ્યાત્મિક વારસો મળ્યો હતો એનો આ સાહિત્યમાં વિનિયોગ કરી મનુશ્યજાતિની સેવા કરવાની ધૂન અહર્નિશ એમના પર સવાર હતી. હૃદયનો વિકાસ કર્યા વગર—એમાં માર્દવ અને આર્દ્રતા આણ્યા વગર—માણસમાં માણસાઈ આવવાની નથી, એ ઓળખીને જ એમણે સાહિત્ય, સંગીત, ચિત્રકળા, ન્રુત્યકળા આદિ બધી લલિત કલાઓની ઉપાસના શરૂ કરી. કવિ તરીકેની રવિઠાકુરની કીર્તિનો આરંભ એમના તેરમા વર્શથી જ થયો હતો. આ એમની પ્રતિભા એમના એંશીમા વરસ સુધી વધતી જ ચાલી. રવિબાબુએ ત્રણ હજાર ગીતો લખ્યાં એ કાંઈ ખાસ અગત્યની વાત નથી, પણ એમની વિશેશતા તો એ છે કે એ ગીતોમાં ભારતીય હૃદયની અક્ષયતૃતીયાની ભરતી હેલે ચઢી છે. કાલિદાસ, ભવભૂતિ, જયદેવ અને જગન્નાથ આદિ કવિ સંતુશ્ટ થઈને કહી શકે કે, “આણે અમારી પરંપરા આગળ વધારી અમને જ અલ્પ કરી મૂક્યા છે, અને એથી જ અમારું જીવન કૃતાર્થ થઈ શક્યું છે.”

કાકા કાલેલકર

 

Free download

નગીનદાસ પારેખ