શીંગડાં માંડતાં શીખવશું!

મનુભાઈ પંચોળી

શ્રી નાનાભાઈ ભટ્ટની 80મી જન્મજયંતી પ્રસંગે, એમના જીવનપ્રસંગો મારફત દક્ષિણામૂર્તિ સંસ્થાની કથા કહેતું ‘નાનાભાઈ’ નામનું નાનું પુસ્તક શ્રી 'દર્શકે’ 1961માં આપેલું. તેનો સંક્ષેપ આ ખીસાપોથીના પહેલા ખંડમાં આપ્યો છે. તે પછી એમના પોતાના જીવનપ્રસંગોની સાથે એ જ સંસ્થા-કથા આગળ ચલાવતું પુસ્તક ‘સદ્ભિહ્ સંગહ’ પણ શ્રી ‘દર્શક’ પાસેથી મળ્યું. તેમાંથી થોડો અંશ અહીં બીજા ખંડમાં રજૂ થયો છે. બંનેની મળીને એક સળંગ કથા બને છે. તેનું મથાળું, લેખકના જ શબ્દોમાંથી ઉપાડીને, મેં મૂકેલ છે : “શીંગડાં માંડતાં શીખવશું!” આ સમાજમાં, આ વિશાળ જગતમાં, જયાં ક્યાંય અનાચાર ને દુરાચાર દેખાય તેની સામે શીંગડાં માંડવાની એક ખુમારી સાથે આપણાં કિશોર-કિશોરીઓ શિક્ષણસંસ્થાઓમાંથી બહાર નીકળતાં હોય, એવા દિવસની વાટ આતૂરતાથી કોણ નહિ જોતું હોય?

મહેન્દ્ર મેઘાણી

 

મનુભાઈ પંચોળી