ત્યારે કરીશું શું?

સં. મહેન્દ્ર મેઘાણી

ટોલ્સટોયના વિખ્યાત પુસ્તકના અંગ્રેજી અનુવાદ ‘વ્હોટ ધેન શેલ વી ડૂ’નો શ્રી નરહરિ પરીખે (શ્રી પાંડુરંગ વળામે સાથે) કરેલો અનુવાદ સાત દાયકા પહેલાં ‘ત્યારે કરીશું શું ?’ નામે પ્રગટ થયેલો. તેની પહેલી આવૃત્તિ નવજીવન પ્રકાશન મંદિર તરફથી બહાર પડેલી, તે બે વરસમાં ખલાસ થઈ ગયેલી. 1934માં બહાર પડેલી બીજી આવૃત્તિ વખતે “ભાષાન્તરને બને તેટલું વિશેષ સરળ અને સુવાચ્ય કરવાના હેતુથી” શ્રી નરહરિભાઈએ આખું પુસ્તક સુધારેલું અને સાથેસાથે તેનો 290 પાનાંમાં સંક્ષેપ પણ કરેલો. ત્યારબાદ એ સુધારેલા સંક્ષેપનાં બે પુનર્મુદ્રણો થયાં હતાં, પણ હાલ ઘણાં વરસોથી પુસ્તક અપ્રાપ્ય હતું. ટોલ્સટોય જેવા મહાપુરુષ અને મહાન લેખકની સર્વોચ્ચ કોટીની એ કૃતિ નવી પેઢીના વાચકોને પણ સુલભ બને તે માટે પુસ્તકનો વિશેષ સંક્ષેપ કરીને હવે તે બહાર પાડતી વખતે અનુવાદને વધારે સુવાચ્ય કરવાના હેતુથી મેં તેમાં થોડા ફેરફારો કર્યા છે, તેને મુ. શ્રી નરહરિભાઈ હોત તો સંમતિ આપત એવી કલ્પના કરું છું.

મહેન્દ્ર મેઘાણી

 

Free download

સં. મહેન્દ્ર મેઘાણી