Chapter
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
પ્રથમ તબક્કો:
સંપાદન: રમણ સોની
બીજો તબક્કો:
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
Join the Sanchayan mailing list.
સાયબરસફર part 1
ગુજરાતી લેખનમાં તબીબોનું યોગદાન’ જેવા વિષય પર શોધનિબંધ રજૂ કરી શકાય એટલું માતબર સાહિત્ય આપણા તબીબોએ આપ્યું છે. તબીબોની એ યાદીમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડૉ. નિમિત ઓઝાનું નામ પણ ધ્યાને આવ્યું છે. ડૉ. ઓઝા તાજેતરમાં એક પુસ્તક લઈને આવ્યા છે અને એ પુસ્તક એટલે ‘માટીનો માણસ’.
બે વિભાગમાં વહેંચાયેલા આ પુસ્તકના પહેલા વિભાગમાં તબીબના વ્યવસાય દરમિયાન લેખકને થયેલા વિવિધ અનુભવો વિશેની વાતો છે. એ વિભાગનું નામ ‘માટીનો માણસ’ રખાયું છે, જ્યાં ક્યાંક કોઈ દર્દી પાસે સમય ઓછો છે, પણ એણે જીવવું છે તો ક્યાંક કોઈ દર્દી સાજું થઈને ઘરે જતું હોય.આ તબીબને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા છે. પોતે ઈશ્વરની સમકક્ષ નથી અને ઈશ્વર જ સર્વોપરી છે એવું પણ લખે છે, પરંતુ ક્યારેક કોઈ દર્દી અધવચ્ચે રમત છોડી દે ત્યારે ઈશ્વરને સહેજ ઠપકો પણ આપે છે કે, આ દર્દીને થોડું જીવન બક્ષ્યું હોત તો?
આ લાગણીસભર વાર્તાઓમાં ક્યાંક જાડું જરૂર દળાયું છે, પણ તોય સંવેદનથી છલોછલ આ વાર્તાઓમાંથી પસાર થઈએ ત્યારે દિલ અને આંખો ભીનાં થયા વિના ન રહે એ વાત પણ એટલી જ સાચી.
તો ‘સંવેદનાના હસ્તાક્ષર’ નામના બીજા વિભાગમાં એમણે એમના બાળપણની, ખાસ તો એમની શાળા ‘દક્ષિણામૂર્તિ’ વિશેની, ત્યાંની કેળવણી અને શિક્ષકો વિશેની વાતો આલેખી છે. આ ઉપરાંત એમણે પિતા, પુત્રી, માતા કે મિત્ર જેવા સંબંધો પર નિબંધો આલેખ્યા છે, જેમાં રજૂ કરાયેલી લાગણી દિલને સ્પર્શે છે અને ભાષા પર આહ… વાહ… પોકારી ઊઠવાનું મન થાય છે.
પુસ્તક લેખકે પોતે જ પ્રકાશિત કર્યું છે.
ક્વોટ કોર્નર
પપ્પાનો ખભો કેટલો સુંવાળો હોય એ ત્યારે જ ખબર પડે છે જ્યારે ઊંચાઈમાં પપ્પાના ખભા સુધી પહોંચી જઈએ. પછી, પપ્પાને પગે ન લાગવાનું હોય, ગળે મળવાનું હોય.
પપ્પાને Hug કરવાનાં કારણો ન હોય. પપ્પાને Hug કરવાના પ્રસંગો હોય. પપ્પાને Hug કરીએ એ ઘટના નથી. એ અવસર છે. (‘માટીનો માણસ’ માંથી)