સંચયન

સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક

પ્રથમ તબક્કો:

સંપાદન: રમણ સોની

બીજો તબક્કો:

સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

Join the Sanchayan mailing list.


સંચયન - 50


આ પચાસમો અંક સ્મરણ-વિહારની ઉજવણી જેવો છે. 
 
1થી49મા સુધીના અંકોમાંથી રસપ્રદ કૃતિઓ તારવીને અહીં એકસાથે, એક ભાતીગળ કૃતિ-વિથિ તરીકે મૂકીએ છીએ. એ રીતે, સંચિતને વધુ સઘન અને સ્મરણીય રૂપ મળ્યું છે. 
અલબત્ત, અહીં રજૂ થયેલી કૃતિઓ પ્રતિનિધિરૂપ છે – કશા ઉચ્ચતર-ઉચ્ચતમ એવા ભેદને આગળ કરનારી નથી. એ કેવળ ઉત્તમના સ્પૃહણીય નમૂનારૂપ છે.
 
અહીં સ્વરૂપ-વિભાગોની એક વ્યવસ્થા કરી છે એથી સ્વરૂપવાર કૃતિઓ એક સાથે જોવા-વાંચવાનો આનંદ મળી શકશે. ને એમ અંકનું એક સ્થાપત્ય ઊપસી આવશે. શક્ય બન્યું ત્યાં ગાન-શ્રવણ પણ સામેલ કર્યું છે.
 
દરેક વિભાગના અનુક્રમ-પૃષ્ઠ પર, આ પૂર્વે પ્રગટ થયેલા અંકોમાંથી પસંદ કરેલાં આવરણોની પ્રતિકૃતિઓ (cover images) મૂકી છે. એ પણ એક પ્રકારના સ્મરણસંચયરૂપ નીવડશે.   

Free Download