અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર

ગુજરાતીનો અધ્યાપક સંઘ

‘અધીત: પર્વ-પાંચ: કાવ્યવિચાર'નું આ રીતે ડિજિટલાઈઝેશન થઈ રહ્યું છે અને હવે એ દરેક માટે ઓનલાઈન હાથવાગું બને છે એનો આનંદ વ્યક્ત કરું છું. મારા પ્રમુખપદકાળમાં મંત્રીઓના સહકારથી સંપાદિત થયેલા આ પુસ્તકમાં કાવ્યસ્વરૂપ વિશે, કાવ્યની વિવિધ પ્રયુક્તિઓ વિશે અને જુદાં જુદાં કાવ્યસ્વરૂપો ઉપરાંત નોંધપાત્ર સર્જકોનાં કાવ્યસર્જન વિશેના અભ્યાસલેખો સંપાદિત થયાં છે. ‘અધીત: એક'થી આરંભીને અધીત: છેતાલીસ'; એટલે કે ઈસ. ૧૯૭૪-થી ૨૦૨૪-નાં ૫૦ વર્ષમાં પ્રગટ થયેલાં કુલ ૪૬ ‘અધીત' વાર્ષિક ગ્રંથમાંથી સ્વરૂપ, સર્જક અને વિવિધ પ્રયુક્તિઓ વિશેના અભ્યાસોનું આ સંપાદન રસિકજનો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને જરૂર ઉપયોગી બનશે તેનો આનંદ છે. એકત્ર ફાઉન્ડેશને ૬૦૦થીયે વધુ પાનાંના આ દળદાર પુસ્તકને ઓનલાઇન મુકવાની તૈયારી દર્શાવી એનો પણ હરખ વ્યક્ત કરું છું.

ગુણવંત વ્યાસ,
પ્રમુખ (૨૦૨૩-૨૪),
ગુજરાતીનો અધ્યાપક સંઘ

ગુજરાતીનો અધ્યાપક સંઘ