બહુવચન

કરમશી પીર

આ સંગ્રહના લેખો બે કારણે અનોખા છે. એક, કરમશીભાઈની વિષય-પસંદગીના ઉચ્ચ લક્ષ્યો અને બે, એમણે કરેલા અનુવાદોમાં ભાષાની પ્રવાહિતાને લીધે ઊભરતી વાચનક્ષમતા. એક લેખકના અનેક લેખકો દ્વારા થયેલા કે અનેક લેખકોના અનેક લેખકો દ્વારા થયેલા નહીં પરંતુ અનેક લેખકોના એક જ લેખક દ્વારા થયેલા અનુવાદોને પ્રકાશિત કરવાનો ક્ષિતિજ માટે પણ કદાચ આ પ્રથમ પ્રસંગ છે. અનુક્રમણિકા પર નજર કરતાં વિષયોની વિવિધતા અને વ્યાપકતા આપણું ધ્યાન ખેંચે છે. કળા-સિનેમા, ચિત્રકળા, સાહિત્ય, ફિલસૂફી કે એના સિદ્ધાંતોની ચર્ચા હોય, જે તે ક્ષેત્રમાં જેમનું વીસમી સદી પર પ્રખર અને પ્રભાવક પ્રદાન રહ્યું છે એવા નામાંકિત કળાકારો-વિદ્વાનો ઉપર એમની પસંદગી ઉતરી છે. આ પસંદગી એમની ઊંડી સૂઝ અને સૂક્ષ્મ સમજની દ્યોતક છે ! ક્યાંક ક્યાંક તો ટેક્નિકલ પરિભાષા અને વિષયની ગહનતા કોઈપણ અનુવાદકને હંફાવે એવી છે પણ આ અનુવાદો એ કસોટીમાંથી સુપેરે પાર પડી એ વાચનક્ષમતા જાળવી રાખે છે. અનુવાદિત ભાષામાં જ મૂળ લખાણ લખાયું હોય એવો અનુભવ વાચકને જ્યારે થાય ત્યારે તે ઉત્તમ કોટિનો અનુવાદ, એવી પરખવાની સાદી રીત છે અને એની પ્રતીતિ આ લેખોમાં સહૃદય ભાવકને વારંવાર થઈ છે એ નિઃશંક છે.

— કમલ વોરા – નૌશિલ મહેતા

કરમશી પીર

કરમશી પીર (જન્મ : ૨૩-૧૧-૧૯૩૪; મૃત્યુ : ૧૩-૦૪-૨૦૧૯)
 

સુરેશ જોષીના સાહિત્ય મિત્રમંડળમાં ઘણાં નામો છે; એમાંનું એક નામ કરમશી પીર છે. પોતાના કામ વિશે જરા પણ ઘોંઘાટ કર્યા વિના લાંબા સમયથી સાહિત્ય, ફિલસૂફી, ચિત્રકળા, ફિલ્મકળા, શ્રીમદ્ ભાગવત અને નૃવંશવિજ્ઞાન વિષયક લેખોના અનુવાદનું કાર્ય એઓ કરતા રહ્યા હતા.

કરમશીભાઈનો જન્મ ૨૩મી, નવેમ્બર, ૧૯૩૪માં કચ્છના અબડાસા તાલુકામાં આવેલ સુથરી ગામમાં થયો હતો. સુથરી ગામ દરિયા કિનારે આવેલું છે. કરમશીભાઈ પોતાના ગામમાં બહુ ઓછું રહ્યા હતા. પિતાજીનું અવસાન થવાને કારણે એમના પરિવારજનોએ ગામ છોડ્યું ત્યારે કરમશીભાઈની ઉંમર માત્ર બે વર્ષની હતી!

પ્રાથમિક શાળાના અભ્યાસ દરમ્યાન ભાનુશંકર ઓધવજી વ્યાસ એમના શિક્ષક હતા. ભાનુશંકરભાઈએ એમનામાં વિદ્યાપ્રીતિના ગુણો રોપ્યા હતા.

કરમશીભાઈએ મુંબઈની રામનારાયણ રુઈયા કૉલેજમાં Entire Philosophy વિષયમાં અભ્યાસ કર્યો હતો. વિંદા કરંદીકર અંગ્રેજી શીખવતા હતા. પરંતુ માતાની બિમારી કારણે બી.એ.ના ડિગ્રી વર્ષની વાર્ષિક પરીક્ષા આપી શક્યા નહિ તેથી સ્નાતકની ડિગ્રી મેળવી શક્યા નહિ. એમને માતા પ્રત્યે અઢળક પ્રેમ હતો તેથી એમની સારવાર કરવાની ભાવનાને અગ્રતા આપી હતી.

કરમશીભાઈનું ઘડતર કરનારાં પરિબળોમાં કૅમેરા એક પાયાનું ઘટક છે. ઈ.સ. ૧૯૫૭માં કૅમેરા ખરીદેલો. આ કૅમેરાથી એમણે માના ઘણાફોટા પાડેલા. પછી તો ફોટોગ્રાફી એમનો વ્યવસાય બને છે. ઘાટકોપરમાં કલરલેબ શરૂ કરી તેમાં ફિલ્મ પ્રોસેસિંગનું કામ કરતા હતા. એ સમયમાં મુંબઈમાં માત્ર ત્રણ જ કલર લેબ હતી! ફોટોગ્રાફી ઉપરાંત ચિત્રકળા, સંગીતકળા, ફિલ્મકળામાં એમને ખૂબ રસ હતો.dએમની(d=દૂર કરો) યુવાનીના દિવસોમાં ત્રણ મિત્રો સાથે ગાઢ મૈત્રી હતી. ચંદ્રકાન્ત શેઠ અને પાસવીર દુલા આ બંને મિત્રોને સંગીતકળામાં ખૂબ રસ હતો. ચંદ્રકાન્ત શેઠ વાયોલીન વગાડતા હતા. કરમશીભાઈને પાશ્ચાત્ય સંગીત પ્રત્યે પણ ખૂબ લગાવ હતો. મિત્રો સાથે સંગીતના કાર્યક્રમોનો ખૂબ આનંદ લેતા હતા. સંગીતકળાની જેમ ચિત્રકળા પ્રત્યે પણ ગાઢ અનુબંધ હોવાને કારણે ચિત્રપ્રદર્શનો જોવાનો આનંદ લેતા હતા. જૂનાં પૂસ્તકો ખરીદવાનો ખૂબ શોખ તેથી મુંબઈની ગલીઓમાં જ્યાં જ્યાં ફેરિયાઓ જૂનાં પુસ્તકોનું વેચાણ કરતા હોય એમની પાસેથી જૂનાં પુસ્તકોની ખરીદી કરવાનો આનંદ લૂંટતા હતા. આ dપુસ્તક શોખને કારણે જ બ્રિટીશ કાઉન્સીલની લાયબ્રેરીમાં વીરચંદભાઈ ધરમશીનો પરિચય થયો હતો.

કરમશીભાઈને ફિલ્મ જોવાને ખૂબ શોખ હતો. મુંબઈના નાઝ થિયેટરમાં સત્યજિત રાયની ‘પથેર પાંચાલી’ ફિલ્મ પ્રથમ શૉમાં જોઈ હતી. આ ફિલ્મ જોઈને કરમશીભાઈને સમજાયું કે What is cinema? સિનેમાની કળાનો સુખદ સંસ્પર્શ! આ ગાળામાં જ બિમલ રોયની ‘દેવદાસ’ ફિલ્મ પણ રિલીઝ થઈ હતી પણ કરમશીભાઈ પર આ ફિલ્મનો કોઈ ખાસ પ્રભાવ પડેલો નહિ.

સાંપ્રત સમયમાં કળા આસ્વાદની પ્રવૃત્તિમાં ઓટ આવતી જણાય છે, મિત્રોના સહવાસો પ્રાસંગિક બનતા જાય છે, તેવી સ્થિતિમાં કરમશીભાઈ મને જીવનરસ માટે આતુર એક સજીવ ચેતના સ્વરૂપ ભાસે છે એ જ એમની ખરી છબિ!

કરમશીભાઈનો અનુવાદસંચય dગ્રંથ ‘બહુવચન’નું પ્રકાશનકાર્ય એમના ત્રણ મિત્રો કમલ વોરા, નૌશિલ મહેતા અને અતુલ ડોડિયાને આભારી છે. એ મિત્રોનો કરમશીભાઈ પ્રત્યેનો નિર્વ્યાજ સ્નેહભાવ તે ‘બહુવચન’નું પ્રકાશન છે. આ પ્રકાશનકાર્યમાં મિત્ર બાબુ સુથાર પણ સહભાગી બન્યા છે. બાબુ સુથારે અનુવાદસંચય dગ્રંથની પ્રસ્તાવનારૂપ લખેલો દીર્ઘ લેખ ‘અનુવાદકો અને અનુવાદકોનું ઋણ' કરમશીભાઈની અનુવાદપ્રવૃત્તિનું પરોક્ષ ભાવે ગૌરવ દર્શાવે છે. કરમશીભાઈ એ અર્પણમાં જ્યોર્જ બેટ્ટાઈલેનું (Georges dBattlaille) {Battaille} જે અવતરણ મૂક્યું છે તેમાં મિત્રતાનું જ ગૌરવ છે. ગ્રંથની સુઘડ છપાઈ, નેચરલ શેડના કાગળમાં સુંદર છાપકામ, પસંદ કરેલા લેખકોના ફોટોગ્રાફ્સ અને મૂલ્યવાન ગ્રંથનો અનુભવ કરાવતું તેનું સપ્રમાણ કદ.

આ ગ્રંથમાં ૨૭ અનુવાદ લેખો છે. ગ્રંથના લેખકોમાં ગુજરાતી, ભારતીય અને યુરોપિયન છે. સાહિત્ય, ચિત્ર, ધર્મ, ફિલસૂફી અને વ્યક્તિકેન્દ્રી લેખો છે. આ બધા લેખોનું વાચન કરવાથી ભાવકચેતના સૌંદર્યમય વિસ્મૃતિ  ? નો અનુભવ કરે છે. કળા, ફિલસૂફી અને ધર્મ dવિચારણા વિષયક લેખોમાં રજૂ થતી વિભાવનાઓનું સ્વરૂપ ખૂબ ગંભીર અને અલ્પખ્યાત છે, સાથે સાથે તેમનું ગ્રહણ કરવા માટે વિશિષ્ટ પ્રકારની સજ્જતાની અપેક્ષા રાખે છે. કરમશીભાઈએ પસંદ કરેલા dલેખોના વિષયો જેટલા ગંભીર છે, તેવી જ એમની પ્રશિષ્ટ કોટિની અનુવાદભાષા છે! અનુવાદિત લેખોના સર્જકો-ચિંતકો મૂળગામી વિચારધારાના પ્રણેતા છે તેથી એમનો પરિચય કેળવીએ તો વાચક તરીકે આપણને સર્જન-ચિંતનની નવી ઓળખ મળી શકે. કળા અને ફિલસૂફી વિશેની સર્વમાન્ય કે નિર્ધારિત બનીને બિનઅસરકારક થઈ ગયેલી વિચારણાઓ કરતાં અહીં રજૂ થયેલી વિચારણાઓ જ્ઞાનની અપૂર્વ ઓળખ આપે છે.સર્જનપ્રક્રિયા, માધ્યમસિદ્ધિ, કવિચેતના, કલાવિભાવના, ધર્મવિચાર, ભક્તિમાર્ગ, આધુનિકતા, સર્જકવિભાવના, નૃવંશવિજ્ઞાન, બૌદ્ધિકો અને વ્યક્તિવિશેષ dકેન્દ્રી લેખો કળા અને ફિલસૂફી વિશેની મૂળગામી વિચારણાનો પરિચય આપે છે, જ્ઞાનવિશ્વમાં નૂતન આબોહવાનું સર્જન કરે છે.

ગ્રંથનો પ્રથમ લેખ રવીન્દ્રનાથ ઠાકુરે જામિની રાયને લખેલા એક પત્રનો અનુવાદ છે. તેમાં કળાકારની જોવાની ક્રિયામાં રહેલી સજીવતાનું સૂચન છે. ધૃતિમાન ચેટરજીએ સત્યજિત રાય સાથે કરેલો વાર્તાલાપ સત્યજિત રાયના કળાકાર વ્યક્તિત્વનાં પરિમાણોની ઓળખ આપે છે. એક પ્રશ્નના ઉત્તરમાં સત્યજિત રાય નિસર્ગવાદ અને વાસ્તવવાદ વચ્ચેના ભેદને સમજાવે છે. ઓક્તાવિયો પાઝનોલેખ ‘પચરંગીપણાની તરફેણમાં' એમની સર્જનપ્રક્રિયાની વિભાવનાની સાથે સમકાલીન કળાજગતમાં બજારુપણાનું જે આક્રમણ છે તેની ચિંતા કરી છે.

પ્રસ્તુત અનુવાદગ્રંથનો ગુજરાતી સાહિત્યમાં ઉષ્માપૂર્વક આવકાર થયો છે. આ ગ્રંથની સર્વાંગી સમીક્ષા શ્રી હર્ષવદન ત્રિવેદીએ ‘ઉત્તમ લેખો, સુઘડ અનુવાદ: એક આવકાર્ય અનુવાદ સંચય’ શીર્ષકથી કરી છે. (‘એતદ્’ ૨૦૨, જૂન ૨૦૧૪)
 
 
— જયેશ ભોગાયતા