ભગવાનની વાતો
દિલીપ ઝવેરી
ભગવાનની સાથે વાતો કરનારા તો કે બાળકસંતજ્ઞાનીકવિ. આમાંથી લખી જાણે કવિ. ભગવાન બોલે ને કવિ લખે. એ લખે એટલે ભગવાન વાતો કરે કવિતામાં. જેટલી ભગવાનની વાતો એટલી કવિની કવિતા. ઘણી ઘણી ભાષામાં કવિઓએ ભગવાનને બોલતા કર્યા છે આમ. એમાં એક તે દિલીપ ઝવેરી. દિલીપ ઝવેરીએ લખેલી 'ભગવાનની વાતો' નિતનિરાળી ગુજરાતીમાં નખરાળી કવિતા. ગુજરાતી કવિતાના અવનવા પ્રદેશો દેખાડનાર આ કવિને ગુજરાત જેટલું ઓળખે એથી વધુ જગત ઓળખે. એટલે થોડાક રંજ સાથે પણ આ કવિ લખતા રહ્યા છે આજ સુધી. આવતીકાલની ગુજરાતી કવિતા.
— રાજેશ પંડ્યા
દિલીપ ઝવેરી

દિલીપ ઝવેરી આધુનિક ગુજરાતી કવિતાના અગ્રણી કવિ છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'પાંડુકાવ્યો અને ઇતર' (૧૯૮૯) ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યો છે. જે આધુનિક ગુજરાતી કવિતામાં ખૂબ ધ્યાનપાત્ર બન્યો. એ પછી તેમણે 'ખંડિત કાંડ અને પછી' (૨૦૧૪), 'કવિતા વિશે કવિતા' (૨૦૧૬) કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમના કાવ્યસંગ્રહ 'ભગવાનની વાતો'(૨૦૨૧)ને દિલ્હી સાહિત્ય અકાદમીનો ૨૦૨૪નો ઍવૉર્ડ મળ્યો છે.