ગુજરાતી એકાંકીસંપદા

ધ્વનિલ પારેખ : સંપાદક

એકત્ર ફાઉન્ડેશન ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અલગ રીતે સક્રિય છે. દુર્લભ પુસ્તકો, પ્રશિષ્ટ પુસ્તકો હવે ડિજિટલ સ્વરૂપે આપણી સામે એ મૂકી આપે છે અને એ પણ નિઃશુલ્ક. વળી, વિવિધ પ્રકારના સંપાદનો પણ તૈયાર કરાવે છે. સંપાદનની એ શ્રેણી અંતર્ગત ‘ગુજરાતી એકાંકીસંપદા’ પ્રગટ થાય છે, એનો આનંદ છે. ભજવી શકાય એવાં એકાંકી એકસાથે અહીં પ્રગટ થાય છે, એ એનું મહત્ત્વ છે. જેમના પુસ્તકો રૂપે નથી પ્રગટ થયાં છતાં ભજવાયાં છે, એવા એકાંકીઓ પણ અહીં છે, એટલે એનું મહત્ત્વ વધી જાય છે. નિવેદનમાં મેં વિગતે આ એકાંકીઓ વિશે વાત કરી છે. એકત્ર ફાઉન્ડેશન અને અતુલ રાવલનો આભારી.
 
– ધ્વનિલ પારેખ

ધ્વનિલ પારેખ : સંપાદક

એમ.એ., પીએચ.ડી. સુધીનો અભ્યાસ. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ગુજરાતી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર. કવિતા, નાટક, વિવેચન, સંપાદનનાં 16 પુસ્તકો પ્રગટ. 2011માં સાહિત્ય અકાદમી, નવી દિલ્હીનો યુવા પુરસ્કાર. પ્રથમ યુવા ગુજરાતી લેખક તરીકે રાષ્ટ્રપતિભવન ખાતે ‘રાઈટર્સ ઈન રેસીડન્સ  પ્રોગ્રામ’માં 2016માં પસંદગી. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકોથી પુરસ્કૃત.