એકોત્તરશતી

રવીન્દ્રનાથ ઠાકુર

રવીન્દ્રનાથ ઠાકુરનાં ૧૦૧ કાવ્યોનું ગુજરાતીમાં લિપ્યન્તર અને અનુવાદ

રવીન્દ્રનાથની કવિતામાં ભારતના સાહિત્યવિષયક નવજાગરણની પરાકાષ્ઠાનાં દર્શન થાય છે. નોબેલ પારિતોષિક જીતનાર એકમાત્ર એશિયાવાસી કવિ હોઈને તેમણે આધુનિક ભારતને વિશ્વના સાહિત્ય-નકશામાં સ્થાન પ્રાપ્ત કરી આપ્યું. તેમના દેશજનો, ગુજરાતમાં શું કે બંગાળમાં શું એકસરખા ગૌરવપૂર્વક તેમના વારસામાં ભાગ લે છે. રવીન્દ્રનાથની કવિ-કારકિર્દીના બધા મુખ્ય તબક્કાઓનું પ્રતિનિધિત્વ સચવાય એ રીતે કાળજીપૂર્વક કાવ્યો પસંદ કરવામાં આવેલાં છે અને તે કાલાનુક્રમે રજૂ કરેલાં છે. એનો ગુજરાતી અનુવાદ જેમને મૂળ બંગાળીના પરિચયનો લાભ છે એવા જાણીતા ગુજરાતી સાહિત્યકારોએ કરેલો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

આધુનિક ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિ. 1913માં ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરી, વિશ્વકવિ તરીકે પ્રતિષ્ઠિત. વિખ્યાત ચિત્રકાર અને ‘રવીન્દ્રસંગીત’ના પ્રવર્તક. પ્રકૃતિની સંનિધિમાં શાંતિનિકેતનમાં શિક્ષણ આપવાનો પ્રયોગ કરનાર વિશિષ્ટ કેળવણીકાર. ભારતને રાષ્ટ્રગીત આપનાર મહાન દેશભક્ત.

— 'ગુજરાતી વિશ્વકોશ'માંથી સાભાર