ગુજરાતી ગઝલસંપદા

ધ્વનિલ પારેખ : સંપાદક

ગુજરાતી ગઝલની આ સંપદા છે. નામી - અનામી કેટલાયે ગઝલકારોનો એમાં ફાળો છે. શકય છે કે કેટલાંક નામો રહી ગયાં હોય પણ હેતુ એક આખી વિકાસરેખા અને એના મહત્ત્વના પડાવોનો પરિચય કરાવવાનો રહ્યો છે. ગઝલ કોઈ પણ કાવ્યપ્રકાર કરતા ઉતરતી કક્ષાનું નથી એ પણ સિદ્ધ કરવું હતું. એકત્ર ફાઉન્ડેશને આ તક આપી એનો આનંદ વ્યક્ત કરું છું.
 
— ધ્વનિલ પારેખ

ધ્વનિલ પારેખ : સંપાદક

એમ.એ., પીએચ.ડી. સુધીનો અભ્યાસ. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ગુજરાતી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર. કવિતા, નાટક, વિવેચન, સંપાદનનાં 16 પુસ્તકો પ્રગટ. 2011માં સાહિત્ય અકાદમી, નવી દિલ્હીનો યુવા પુરસ્કાર. પ્રથમ યુવા ગુજરાતી લેખક તરીકે રાષ્ટ્રપતિભવન ખાતે ‘રાઈટર્સ ઈન રેસીડન્સ  પ્રોગ્રામ’માં 2016માં પસંદગી. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકોથી પુરસ્કૃત.