મણિશંકર ભટ્ટ ‘કાન્ત'

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ : સંપાદક

ગુજરાતી સાહિત્યનાં અનેકવિધ ક્ષેત્રોમાં જેમણે મૂલ્યવાન પ્રદાન કર્યું છે તેવા સાહિત્યકારોની સાહિત્યપ્રવૃત્તિનાં વિભિન્ન પાસાંઓને નજરમાં રાખીને તે તે ક્ષેત્રના તદ્વિદો અને અભ્યાસીઓને હાથે તેમનું વિવેચન કરાવીને તેમજ નીવડેલા વિવેચનલેખોમાંથી પસંદગી કરીને તેમના સમગ્ર પ્રદાનનું શકય તેટલું સમગ્રદર્શી અવલોકન એક જ ગ્રંથમાં સુલભ બનાવવાનો આ શ્રેણીનો હેતુ છે.

- અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

 

અનુક્રમ

૧. ‘કાન્ત’નો કરુણ — હરિવલ્લભ ભાયાણી

૨. ‘અતિજ્ઞાન’નું કવિકર્મ — ચન્દ્રકાન્ત ટોપીવાળા

૩. ‘વસંતવિજય’ની સંરચના-એક તપાસ — યોગેન્દ્ર વ્યાસ

૪. ‘ચક્રવાક મિથુન'—એક દર્શન — રામપ્રસાદ બક્ષી

૫. ‘દેવયાની'માં ‘કાન્ત’નું કવિકર્મ — અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

૬. ‘કાન્ત’નાં ઊર્મિકાવ્યો — ભોળાભાઈ પટેલ

૭. ‘ઉદ્દગાર’: પ્રમત્તાવસ્થાનું મેટાફિઝીક્સ — દિગીશ મહેતા

૮. 'પૂર્વાલાપ’ - છંદની દષ્ટિએ — ભૃગુરાય અંજારિયા

૯. ધર્માન્તર અને ‘કાન્ત’ની કવિતા — અનંતરાય રાવળ

૧૦. મણિશંકર રત્નજી ભટ્ટનાં ‘નાટકો' — સુમન શાહ

૧૧. ત્રુટિત સરખા... — રમણલાલ જોશી

૧૨. કેળવણીની ફલપ્રદ વિચારણા — અમૃતલાલ યાજ્ઞિક

૧૩. સ્વ. ‘કાન્ત’નું આધ્યાત્મિક મંથન — દુર્ગાશંકર કે. શાસ્ત્રી

૧૪. ‘કાન્ત’નું ગદ્ય — જયન્ત કોઠારી

૧૫. ‘કાન્ત’નું અક્ષરધન — કનુભાઈ જાની

  

 

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ : સંપાદક

સુરેશ જોષીદ્વારા ગુજરાતીમાં અદ્યતનતાનું જે આંદોલન આરંભાયું એના એક મહત્ત્વના વિવેચક અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (જ. 11.11.1935 – અવ. 31.7 1981). અભિનિવેશ કે ઉદ્રેક વિના, વિશ્વસાહિત્યના પરિશીલનવાળું એમનું વિવેચન પ્રાસાદિકતાના ગુણવાળું હતું. પશ્ચિમના સાહિત્ય ઉપરાંત ભારતીય સાહિત્યશાસ્ત્ર-વિશે પણ એમણે સ્વાધ્યાયો આપેલા. ‘અન્વીક્ષા'(1970) અને બીજા બે વિવેચન-સંગ્રહોમાં એમનું વિવેચન ગ્રંથસ્થ થયેલું છે. વિવેચન ઉપરાંત કવિતા (‘કિમપિ'), વાર્તા(‘અજાણ્યું સ્ટેશન'), ચરિત્રનિબંધોના સર્જક અનિરુદ્ધ ધ્યાનપાત્ર પુસ્તક તે નામરૂપ(1981)નાં ચરિત્રો. ઝવેરચંદ મેઘાણી, કાન્ત જેવા કર્તાઓ અને સુદામાચરિત્ર, મામેરું જેવી કૃતિઓ પરનાં સમીક્ષા-વિવેચનલેખોનાં એમનાં સંપાદનો વિશિષ્ટ અને અધ્યાપકની નિષ્ઠાવાળાં છે.

આજીવન ગુજરાતીના અધ્યાપક રહેલા અનિરુદ્ધ એક પ્રભાવક વક્તા પણ હતા.

આ તેજસ્વી, અને હજુ ઘણું આપી શક્યા હોત એવા શિક્તમંત સાહિત્યકારનું બ્લડ કૅન્સરની બિમારીથી માત્ર 46ની વયે અવસાન થયેલું.

– રમણ સોની